ગરવા ગુજરાતી.com
આપણી જાતિ….મહાજાતિ….આપણે સહુ…..ગુજરાતી….Raj Macwan
-
Sep2510 Comments
આ ગુજરાતી ભાષા જેવી સરળતા બીજે ક્યાક જો જોવા મળે તો તમે નવી શોધ કરી છે, એમ માનજો. (ફાધર વાલેસ)
-
Jun3No Comments
DivyaBhaskar
રાજેન્દ્ર શુકલ, ગુજરાતી ગઝલ ક્ષેત્રનું એક વિશિષ્ટ નામ છે. ફારસી-ઇરાની આ કાવ્ય પ્રકારને ગુજરાતીતા આપવામાં સંખ્યાબંધ ગઝલકારોનું યોગદાન છે. એવું કહી શકાય કે અનેક કાંગરાઓથી ગુજરાતી ગઝલનો ગઢ અક્ષુણ્ણ છે, પરંતુ રાજેન્દ્રભાઈએ ગુજરાતી ગઝલના શિલ્પના ઘડતરમાં યોગદાન આપવા ઉપરાંત તેનું બારીક નકશીકામ કર્યું છે. કોઇ વિશેષ અપેક્ષા વગર કરેલું સર્જન સમયાંતરે સન્માન પામ્યું છે. રણજિતરામ સુવર્ણ ચંદ્રક અને દિલ્હીની સાહિત્યની અકાદમીના એવોર્ડ પછી આ વર્ષે હવે નર્મદ સુવર્ણ ચંદ્રક પણ તેમને અપાઇ રહ્યો છે. એ રીતે ગઝલના લલાટે વધુ એક એવોર્ડનું તિલક થઇ રહ્યું છે ત્યારે રાજેન્દ્ર શુકલ સાથેનો વિસ્તૃત સંવાદ અહીં પ્રસ્તુત છે..
કવિતા તો જીવાતા જીવન નો હિસ્સો છે…..
એ સમય હશે ૧૯૬૨ની આસપાસનો. જૂનાગઢમાં ત્યારે દર મંગળવારે કવિઓની બેઠક થાય અને એ સમયે મોટાં નામો હતાં એ કવિઓ ત્યાં આવતા અને કવિતાની ક્ષિતિજ પર જેમનાં પગલાંની છાપ હજુ અંકિત થતી હોય તેવા કવિઓની પણ નિયમિત હાજરી રહેતી. એ સભાનું મુખ્ય કેન્દ્ર રહેતા તખ્તસિંહ પરમાર. નવોદિતોનાં કાવ્યો જુએ. ક્ષતિ બતાવે, મોઢેમોઢે પ્રશંસા ન કરે, પરંતુ, ત્રણ-ચાર જણને તેમણે કહ્યું હતું કે, આ નવા જે છોકરાઓ આવે છે તેમાંથી બેની કવિતા મારા કલાસરૂમમાં ભણાવવામાં આવશે.વરતારો સાચો પડયો. એ બન્ને છોકરાઓની કવિતા પછી તો કલાસરૂમમાં પણ ભણાવાઈ અને માસ સુધી પણ પહોંચી. તેમાંના એક કવિના નામની આગળ સદ્ગત વિશેષણ લાગી ગયું તે મનોજ ખંડેરિયા અને બીજા કવિ એટલે રાજેન્દ્ર શુકલ. ગઝલને માટીનો ગરબો બનાવી તેના પ્રત્યેક છિદ્રમાંથી ભારતીય દર્શન, વૈવિઘ્યનો પ્રકાશ ફેલાવવાનું કામ તેમણે કર્યું છે.
આ અવધૂતી કવિને આકંઠ માણનારા ચાહકો જાણે છે કે, ફારસી કવિતા પ્રકારને ગઝલને તેમણે તત્ત્વજ્ઞાન, સૂફીઈઝમ, વેદાંતના વિચારોનો ઘાટ અને રંગ આપ્યા છે. બાલાશંકર કંથારિયાથી ગુજરાતી ગઝલને ઘડવાનું જે કામ શરૂ થયું તેમાં રાજેન્દ્ર શુકલની ભૂમિકા નોખી રહી છે. વધુ એક વાર તેમનું સર્જન પોખાઈ રહ્યું છે ત્યારે એવોર્ડ માટેનો તેમનો પ્રતિભાવ તો સ્પષ્ટ છે, ‘એવોર્ડમાં વહેલું અને મોડું એવું ન હોય, ગોળની ગાંગડી જયારે પણ મોંમાં મુકાઈ ત્યારે ગળી જ લાગે.
એવોર્ડનો આવકાર હોય પણ મને તેની ઉત્કંઠા ન હોય. સંચિત થયેલો સદ્ભાવ જયારે ઘનીભૂત થાય ત્યારે આવો પ્રસંગ સાંપડે.’ રાજેન્દ્રભાઈની વાત આવે એટલે ગઝલના માત્ર ભાવક જ હોવા છતાં આપણને એમની ગઝલો વિશે કાંઈક ચર્ચા કરવાનું મન થાય. ગઝલ એટલે પ્રિયતમ સાથેની વાત. એવી વ્યાખ્યા હવે સમયાતીત છે અને ગઝલ અનેક વિષયોના નવા નવા સ્વાંગમાં બયાં થઈ રહી છે તેમાં સંખ્યાબંધ પ્રયોગશીલોનું યોગદાન છે તે પૈકી રાજેન્દ્ર શુકલ અગ્ર છે. તેમની ગઝલોમાં નોખો ઉઘાડ છે.
સંસ્કૃત શબ્દો છે, તળપદી બાની પણ છે, ખડી બોલી પણ છે. ‘ જે હશે તેહનું ભાન એમ જ થશે, અટકનેયત્ના ઉત્થાન એમ જ થશે’ તેવો શેર ગઝલ પ્રભાતીમાં મળે તો ‘વહેતી રહી હૂંફ જેવી નદી, કૈં ના કર્યું માત્ર તાપ્યા કર્યું’ એવી કોઈ અનુભૂતિ પણ વ્યકત થતી મળશે. ‘પત્રગઝલ’ કે ‘રતિવાર્તિક’ જેવી રચનાઓની વાત કરીએ તો લંબાણ વધી જાય. પ્રત્યેક ગઝલ નહીં પ્રત્યેક શેરની પાછળ કોઈ ને કોઈ ભૂમિકા, ઘટના કે પ્રતીતિની પ્રબળ શકયતા હોય છે પણ એક પ્રસંગ સરસ છે.
-
Jun1
અહો શ્વાસ મધ્યે વસંતો મહોરી - શ્રી રાજેન્દ્ર શુક્લ - શ્રી અમર ભટ્ટ
Filed under: કાવ્યો, ગઝલ,કવિતા-ઓડીયો, રાજેન્દ્ર શુક્લ; Tagged as: amar bhat, amar bhatt, rajendra shukla, vasant, રાજેન્દ્ર શુક્લફરમાઈશ ને માન આપી ને મારા ખુબ પ્રિય કવિ શ્રી રાજેન્દ્ર શુક્લ ની મને ખુબ ગમતા કલાકાર શ્રી અમર ભટ્ટ ના કંઠે ગવાયેલ રચના અહિંયા રજુ કરુ છું.2 Commentsઅહિંયા સાંભળો. Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
અહો શ્વાસ મધ્યે વસંતો મહોરી,
ઉડે રંગ ઉડે ન ક્ષણ એક કોરી!ઉડે દુરતા ને ઉડે આ નિકટતા,
અહીં દુર ભાસે, ત્યહીં સાવ ઓરી!ઉડે આખ્ખું હોવું મુઠ્ઠીભર ગુલાલે,
ભીંજે પાઘ મોરી, ભીંજે ચુનરી તોરી!ઉડે છોળ કેસરભરી સર સરર સર,
ભીંજાતી ભીંજવતી ચિરંતન કિશોરી!સુભગ આપણો સ્વર બચ્ચો છે સલામત,
ગઝલ ગાઈયેં, ખેલિયેં ફાગ હોરી !કવિ - શ્રી રાજેન્દ્ર શુક્લ
સ્વરકાર અને સ્વરબધ્ધ - શ્રી અમર ભટ્ટ
-
May28કવિનો શબ્દ - દલપત પઢિયાર નું કાવ્ય પઠન.No Comments
અહિંયા સાંભળો….
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
મીત્રો આજની આ પોસ્ટ માં સાંભળો મારા ગમતા કવિ શ્રી દલપત પઢિયાર નું એમના પોતાના કાવ્યોનું પઠન અને કવિ માટે કવિતા નો શબ્દ શું હોઈ શકે છે એ બાબત ની એમની ચર્ચા…20 minutes ના આ audio માં સાંભળો.
જો કોઈ ની પાસે શ્રી દલપત પઢિયાર નુ picture હોય તો rajmacwan@msn.com પર ઈમેલ કરવા વીનંતી છે…
-
May21
આકાશ આંબી રહ્યા છે રાજીવ ગાંઘીના સપના
Filed under: આધ્યાત્મીક લેખો, ખીચડો, મહાત્મા ગાંધી, વીચારો નું વમળ; Tagged as: આકાશ આંબી, રાજીવ ગાંઘીNo Commentsસાભાર - www.webduniya.com
-
May15
Live Indian Election Results
Filed under: ખીચડો, વીચારો નું વમળ; Tagged as: indian election, live 2009 results, લાઈવ, લાઈવ ઇંડીયન ઇલેક્શન રીસલ્ટ ૨૦૦૯No Commentsલાઈવ ઇંડીયન ઇલેક્શન રીસલ્ટ ૨૦૦૯
-
May12
સામાય ધસી જઇયે-શ્રી રાજેન્દ્ર શુક્લ - શ્રી અમર ભટ્ટ્
Filed under: કાવ્યો, ગઝલ,કવિતા-ઓડીયો, રાજેન્દ્ર શુક્લ; Tagged as: અમર ભટ્ટ્, રાજેન્દ્ર શુક્લ, સામાય ધસી જઇયેઆપસૌ મીત્રો માટે આજે રજુ કરુ છું…. મને ખુબજ ગમતા કવિ શ્રી રાજેન્દ્ર શુક્લ ધ્વાર લખાયેલી અને મને ખુબ ગમતા ગઝલકાર શ્રી અમર ભટ્ટ ધ્વારા સ્વરબધ્ધ કરાયેલી આ ગઝલ…..અહિંયા રજુ કરુ છું….3 Commentsખાસ નોંધ- હજુ ગયા શનીવારે જ શ્રી અમર ભટ્ટ ને મળવાનું અને તેમનો કાર્યક્રમ માણવાનો મોકો મળ્યો…. ખુબજ મજાના માણસ છે અને ખુબજ ઉચ્ચ કક્ષા ના કલાકાર છે..
અહિંયા સાંભળો Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
સામાય ધસી જઇયે, આધાંય ખસી જઇયે,
એકાદ મળે ક્ષણ તો ક્ષણમાંય વસી જઇયે.આમેય વિતાવવાની છે રાત સરોવરમાં,
તો ચાલ કમલદલમાં આ રાત ફસી જઇયે.એક એક કસોટીમાં છે પાર ઉતરવાનું,
હર શ્વાસ કસોટી છે, એનેય કસી જઇયે.આ ફીણ તરંગોનાં છે શીખ સમંદરની,
રેતાળ કિનારા પર હેતાળ હસી જઇયે.ઉત્કંઠ હવામાં છે સંગાથ સુગંઘોનો,
હોવુંય હવે ઉત્સવ, આકંઠ શ્વસી જઇયે.કવિ - શ્રી રાજેન્દ્ર શુક્લ
સ્વર - અમર ભટ્ટ્

-
May10ખાસ નોંધઃ હજુ ગઈકાલે જ પન્ના મેડમ ને રુબરુ મળવાનો મોકો મળ્યો અને મળી ને ઘણૉ આનંદ થયો તેઓ ખુબજ સરળ અને આકર્ષક વ્યક્તીત્વ ધરાવે છે અને એમને મળી ને એમની CD વીશે ની વાત તો કરી પણ સમય ના અભાવે થોડી કવિતાની ચર્ચા ના કરી શક્યો એટલે અફસોસ રહી ગયો…પણ ફરી વખત……1 Comment
વરસો વહી ગયાં છે
ને
કોઠે પડી સદી ગયું છે
શરીર અને મનને
એટલાન્ટિક ઓળંગી
ફિલાડેલ્ફીઆમાં રહેવું.
તોયે આજે સવારે
આંખ સામે અચાનક તરવરી-
બાની હાથીદાંતની કાંસકી,
ધુપેલની ડબ્બી
ને
કંકુની શીશી…www.Pannanaik.com
-
May102 Comments
Happy Motheres Day - મિત્રો આજના દિવસે શ્રી પુરુષોત્તમ સાહેબ ને શ્ર્રી અવિનાશ વ્યાસ સાહેબે લખેલું અને સ્વરબધ્ધ કરેલું ગીત એમના LIVE Performance માં સાંભળો. ગીત ના શબ્દો તો સરસ છે જ પણ જે રીતે શ્રી પુરુષોત્તમ સાહેબે ગાયું છે એ ખરેખર લાજવાબ છે…… અહિંયા સાંભળો…. Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
શરણ વેઠીને , મરણ સુધીનું જેણે જીવતર દીધું આ,
અને કદીયે મુખથી ના ના નીકળી સદાયે હાં ની હાં,
આવ કહ્યું નહિં કોઈ કહેનારું, વહાલા વેરી સૌ કહે જા,
ત્યારે થાક્યા નો વિસામો, તું ક્યાં છે મારી માં…..ઓ મા……..બીજા વનવગડા ના વા , તુ ક્યાં છે મારી મા,
ઓ ચાંદા મામા, તારી બહેની ને મારી જનની ના ,
ક્યાં છે વિસામા…… તુ ક્યાં છે મારી મા………આ વિશાળ છે આકાશ, અને વસુંધરા ઘણી મોટી,
સ્થળ સ્થળ, જળ જળ, કણકણ માં, મારી આખ્યું માને જોતી,
બાળપણે પીવડાવ્યો એવો, એક પ્યાલો પાણી પા….તુ ક્યાં છે મારી મા………જનમ્યા તે સર્જાયા મરવા, માત તાત ને ભ્રાત,
પણ મારી જેમ દુખીયારી ની, કદી મરશો ના કોઈ ની મા,
ફરી ઝુલાવી, હા લુ લુ હા….ઓ મારા લાલ,
ફરી ઝુલાવી ઘોડીયે એક હાલરડું તો ગા……બીજા વનવગડા ના વા , તુ ક્યાં છે મારી મા,
ઓ ચાંદા મામા, તારી બહેની ને મારી જનની ના ,
ક્યાં છે વિસામા…… તુ ક્યાં છે મારી મા………સ્વરકાર શ્રીઃઅવિનાશ વ્યાસ
ગાયકઃ શ્રીઃપુરુષોત્તમ ઉપાધ્યાય

-
May3
અર્પણ કરુ શું તને, જે કંઈ છે મારું તારુ દીધેલું - ભક્તિ ગીત
Filed under: ખ્રિસ્તી પ્રાર્થનાઓ, પ્રાથના ઓ - ઓડીયો;No Commentsઅહિંયા સાંભળો Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
અર્પણ કરુ શું તને, અર્પણ કરુ શું તને,
જે કંઈ છે મારું તારુ દીધેલું, અર્પણ કરુ શું તને……મન ના અજંપા, દલડા ની પીડા ચરણે ધરુ છું તને,
તનમન આ મારું રુદિયા ની સાથે અર્પું હવે હું તને….
લઈ લે નાથ…..લઈ લે નાથ…..લઈ લે નાથ…..અર્પણ કરુ શું તને…..રોટી હવે આ, આસવ હવે આ, દેહરક્ત તારા થશે,
એને ગ્રહિ ને, જીવતર અમારા પાવન પાવન થશે…..
મારા નાથ….. મારા નાથ….. મારા નાથ…..અર્પણ કરુ શું તને…..હે પ્રભુ મારા, દર્શન તારા, મુજને ક્યારે થશે,
આપુ વચન હું, સેવા માં તારી, જીવન આ પુરું થશે,
મારા નાથ….. મારા નાથ….. મારા નાથ…..અર્પણ કરુ શું તને…..અર્પણ કરુ શું તને, અર્પણ કરુ શું તને,
જે કંઈ છે મારું તારુ દીધેલું, અર્પણ કરુ શું તને……
-
Apr30
મહાજાતિ ગુજરાતી નું રાજ્યગાન - કસુંબી નો રંગ..– ઝવેરચંદ મેઘાણી
Filed under: કાવ્યો, ગઝલ,કવિતા-ઓડીયો; Tagged as: - ઝવેરચંદ મેઘાણી, gujarati, kasumbi, rang, કસુંબી, ગુજરાતી, મહાજાતિ, રંગNo Commentsલાગ્યો કસુંબીનો રંગ -
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !
જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ… રાજ..બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ… રાજ..દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ
સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ… રાજ..ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ
વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ… રાજ..નવલી દુનિયા કેરા સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ… રાજ..પીડિતની આંસુડાધારે - હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ
શહીદોના ધગઘગતા નિ:શ્વાસે નિ:શ્વાસે સળગ્યો કસુંબીનો રંગ … રાજ..ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ
બિસ્મિલ બેટાંઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ … રાજ ..ઘોળી ઘોળી પ્યાલાં ભરિયા : રંગીલા હો! પીજો કસુંબીનો રંગ
દોરંગા દેખીને ડરિયાં : ટેકીલાં હો! લેજો કસુંબીનો રંગ … રાજ ..રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ -
લાગ્યો કસુંબીનો રંગ !———————————–www.gujnet.net———————————–


તાજેતર ના અભીપ્રાયો